૧૯૪૦-૧૯૪૧ નો સમયગાળો હતો. પૃથ્વીરાજ કપૂરની નાટક મંડળી નાટકના શો કરવા દેશભરમાં ફરતી હતી. તેમની નાટકની મંડળીમાં ઝોહરા સાયગલ સાથે હતા. તેઓએ પૃથ્વીરાજકપૂરનું રંગમંચ સમર્પણ કેટલું બધું હતું તેનો એક પ્રસંગ એક પત્રકારને કહ્યો હતો.
‘નાટક મંડળી દક્ષિણ ભારતના કોઈ મોટા શહેરમાં નાટકના શો માટે ગઈ હતી. ‘કિસાન’ નાટક ના શો હતા. શો શરૂ થાય…
સપ્ટેમ્બર ૨૦૧૮ માં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસના પત્નીઅમૃતા ફડનવીસની તેમના સેલ્ફી ક્રેઝ માટે સોશિયલ મીડિયામાં ખુબ ટીકા થઈ.લોકોએ કહ્યું, ‘એક મુખ્યપ્રધાનના પત્નીનું જાહેરમાં આવું વર્તન ના હોવુંજોઈએ.’
દેવેન્દ્ર ફડનવિસે સુંદર રીતે ખુલાસો આપ્યો. તેમણે કહ્યું, ‘અમૃતા ચોક્કસપણે જવાબદાર વ્યક્તિ છે. તેણે જાહેરમાં સમતોલપણે રહેવું જોઈએપણ અત્યાર સુધીના મુખ્યપ્રધાનોના પત્નીમાં તે સૌથી યુવાન છે. નટખટ રહેવાનીતેની…
એક ફેકટરીમાં એક ભાઈ શનિવારે સાંજે છુટવાના સમયે તેમનું મશીન બગડ્યું આથી તેને સરખું કરવામાં મશગુલ થઇ ગયા. તેમને સમયનું ભાન ના રહ્યું. મશીન રીપેર થઇ ગયું, પણ પછી તેમનું ધ્યાન ગયું કે બધા જ માણસો ફેકટરીમાંથી ચાલ્યા ગયા છે. મુખ્ય દરવાજો પણ બંધ થઇ ગયો છે. હવે કોઈ આવીને મુખ્ય દરવાજો ખોલે તેવી આશા…
દેશની ઘણી ટેક્ષટાઈલ મિલોના માલિક, એમ્બેસેડર કારના ઉત્પાદક અને ‘ધી હિન્દુસ્તાન ટાઈમ્સ’ અખબારના માલિક કૃષ્ણકુમાર બિરલાની નમ્રતાની વાત છે. તેઓ દેશના આગળ પડતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાના પુત્ર હતા. સત્તા અને સંપત્તિ સાથે ઉચ્ચ સંસ્કાર અને માનવતા ભર્યો વ્યવહાર તેમને વારસામાં મળ્યો હતો.
જ્યારે તેઓ ‘ધી હિન્દુસ્તાન ટાઈમ્સ’ અખબારના માલિક અને ચેરમેન હતા ત્યારે અખબારમાં એક…
સપ્ટેમ્બર ૨૦૧૮ : ભારતની બોક્સિંગ ચેમ્પિયન મેરીકોમ સિલેસીઓન ટુર્નામેન્ટ રમવા રાત્રે ૩.૩૦ વાગ્યે પોલેન્ડ પહોંચ્યા. ૩૫ વર્ષીય ત્રણ બાળકોની માતા એવી મેરીકોમને પોલેન્ડ પહોંચીને જાણ થઇ કે ટુર્નામેન્ટના નિયમ અનુસાર કદાચ ૪૮ કિગ્રા વજન અપર લિમિટ હોઈ શકે. તેનું વજન ૫૦ કિગ્રા હતું. તેને લાગ્યું કે બે કિગ્રા વધુ વજનને લીધે તે કદાચ ટુર્નામેન્ટ રમવા…
૧૯૫૦ ના સમયમાં હિન્દી ફિલ્મોમાં સુરૈયા વધુમાં વધુ પૈસા લેતી હિરોઈન હતી. દેવઆનંદ સાથે તેણે સાત જેટલી સફળ ફિલ્મો આપી. તે સમયના ડેશિંગ હોલિવુડ હીરો ગ્રેગરી પેકને તે ખુબ પસંદ કરતી હતી. ગ્રેગરી પેકના ‘ગન ફાઈટર’ અને ‘જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ’ પિક્ચર જોયા પછી તેના દિલોદિમાગમાં ગ્રેગરી પેક છવાઈ ગયા હતા.
એવું કહેવાતું કે દેવઆનંદ થોડા થોડા…
“बदले ना अपना ये आलम कभी जीवन में बिछड़ेंगे ना हम कभी”
૧૯૭૩ માં રીલીઝ થયેલા ‘યાદો કી બારાત’ પિક્ચરમાં નાનપણમાં છુટા પડેલા ત્રણ ભાઈઓનું મિલન નાનપણમાં સાંભળેલ સંગીતની ધૂન વર્ષો પછી સાંભળવા મળે છે તેને લીધે થાય છે તેવી સ્ટોરી હતી.
હમણાં બીજા વિશ્વયુધ્ધ વખતની એક નવલકથામાં વાંચ્યું કે સ્કોટલેન્ડના એકઈન્વરનેસ નામનાં ગામમાંથી…
ઘણાવર્ષો પહેલાની મહુવા પાસેના કળસાર ગામની 'ત્રિવેણીતીર્થ ઉત્તર બુનિયાદીવિદ્યાલય' નામની માધ્યમિક શાળાની વાત છે. શાળાના સંચાલક બળવંતભાઈ પારેખ હતા. આ શાળાને ૫૫,૦૦૦ રૂપિયાની સરકારી ગ્રાન્ટ મંજુર થઇ. એ વખતે આ રકમ ખુબ મોટી ગણાતી. તે વખતે માધ્યમિક શાળાને સરકારી ગ્રાન્ટ જે તે ગામની વસ્તીનાધોરણે મળતી હતી. કળસાર ગામની વસ્તી તે વખતે ૫૦૮૬ હતી. સરકારી નિયમ…
જુલાઈ ૨૦૧૮ ની વાત છે. મહારાષ્ટ્રનાસાંગલી વિસ્તારના સરસ્વતીનગરમાં રહેતી ૭ વર્ષની શ્રીનિધિને હ્રદયની સર્જરીકરાવી હતી. ડોકટરે તેને ઘરે આરામ કરવા અને સ્કુલે ન જવા સલાહ આપી હતી. ઘરેરહીને નિધિને શાળા અને પોતાના મિત્રો યાદ આવતા હતા અને એકલપણું લાગતુંહતું. તે વાંરવાર સ્કુલે જવાની જીદ કરતી હતી.
સ્કુલ મેનેજમેન્ટને આ વાતનીજાણ થઈ. તેમણે શ્રીનિધિના આખા ક્લાસને…
એક વખત જાણીતા ગુજરાતી સાહિત્યકાર શ્રી કિશનસિંહ ચાવડા એક સંસ્થામાં મુખ્યઅતિથી તરીકે ગયા હતા. સંસ્થાના ડીન કિશનસિંહના જ બાળપણના મિત્ર અને તેમનાથીઉંમરમાં બે કે ત્રણ વર્ષ મોટા હતા. તેમણે પોતાના ખાસ મિત્રનો પરિચય આપતીવખતે કિશનસિંહને માત્ર ‘કિશન’ શબ્દથી જ વાંરવાર સંબોધ્યા.
તેમના પછીસંસ્થાના અન્ય સભ્યનો બોલવા માટે વારો આવ્યો ત્યારે તેમણે આગળ બોલનારપ્રત્યે અણગમો વ્યક્ત…
એક નિરાશ વ્યક્તિ એક વખત એક સંતને મળવા ગઈ. તેમણે સંતને કહ્યું, ‘હું જીવનથી ખુબ દુઃખી છું અને મારે મારા જીવનનો અંત લાવવો છે. સંત તે વ્યક્તિને આશ્રમની બહાર એક ઝાડી ઝાંખરા વાળા ભાગમાં લઈ ગયા. અને કહ્યું, ‘અહી તું થોડું ખુલ્લા પગે ચાલી બતાવ, પછી તારે જે કરવું હોય તે કરજે.’ પેલા ભાઈ ઝાડી…
એકવખત ઇઝરાયેલના લોખંડી વડાપ્રધાન ગોલ્ડામીરને પત્રકારોએ પૂછ્યું કે તમેચારે તરફથી દુશ્મન દેશોથી ઘેરાયેલા છો છતાં હંમેશા તેમને ધૂળ ચટાડો છો.આવું કેવી રીતે શક્ય છે?
ગોલ્ડામીરે જવાબ આપ્યો, ‘અમારી પાસે એક એવુંશસ્ત્ર છે કે જે દુશ્મન દેશો પાસે નથી.’ પત્રકારે આશ્ચર્યથી પૂછ્યું એવુંતો કયું શસ્ત્ર છે જે ફક્ત તમારી પાસે છે અને દુશ્મન દેશો પાસે નથી?…