મુલાકાતી નંબર: 430,124

Ebook
મારું બાળક જમતું નથી
બાળકને ખાવાનું જોઇને ઉબકા આવે છે ચાર વર્ષના હર્ષના મમ્મીની ફરિયાદ હતી કે હર્ષને જમવાનું જોઇને જ ઉબકા અને ક્યારેક ઉલટી પણ થાય છે. તેની સામે ખાદ્ય પદાર્થો લઇ જવામાં આવે ત્યારે જ ઉબકા આવે અને તે સિવાય તે રમતો હોય ટીવી જોતો હોય તે વખતે ઉબકા નાં આવે. આવું કેમ થાય? આવું થવાનું કારણ હર્ષને ખોરાક પ્રત્યે અરુચિ અને એક પ્રકારનો ડર થઇ ગયો હતો. અને આ થવાનું કારણ તેના ઘરમાં તેની ઉપર ખાવા માટે ખુબ દબાણ કરવામાં આવતું. તેના મમ્મી તેને પરાણે ખવડાવવાનો પ્રયત્ન કરે. જો હર્ષ નાં જમે તો શરૂઆતમાં પ્રેમથી સમજાવે પછી થોડું દબાણ કરે, ક્યારેક લાલચ તો ક્યારેક ગુસ્સો પણ કરે. હર્ષ તેના મમ્મીથી નાં જમે પછી તેના દાદી અને ક્યારેક કાકી પણ તેને જમાડવા માટે મેદાનમાં આવી જાય. તેના પપ્પા પણ સાંજે ઘરમાં પ્રવેશતા જ પૂછે કે આજે હર્ષ જમ્યો કે નહીં. સવારથીજ ઘરમાં હર્ષ જમે છે કે નહીં તે વાતોમાં જ ઘરના સભ્યોનો વિશેષ સમય જતો. પાછુ હર્ષ હોટેલમાં ગયો હોય તો પ્રેમથી જમી લે અને ત્યાં તેને ઉબકા પણ નાં આવે. આ વસ્તુ લાંબી ચાલી એટલે તેનું પરિણામ એ આવ્યું કે હવે તેની સામે કોઈ ખાદ્ય પદાર્થ લઇ જવામાં આવતા જ તેના મનમાં એક કાલ્પનિક ભય ઉભો થતો કે જો હું નહીં જમું તો મારા પર ગુસ્સો કે દબાણ કરવામાં આવશે. આ કાલ્પનિક ભયથી જ તેને ઉબકા અને ઉલટી થતી. બાળકને જમાડવામાં ક્યારેય દબાણ નાં કરવું જોઈએ તે વિશે આપણે અગાઉ પણ વાત કરેલી છે. અહીં ઘણા માતાપિતા આ સલાહ નહીં માનીને પોતાની રીતે દબાણપૂર્વક ખવડાવવાનું ચાલુ રાખ્યું હોય તો લાંબા ગાળે શું આડઅસરો થઇ શકે તે વિશે થોડું જણાવું. ચીડિયો સ્વભાવ, ગુસ્સો, પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા, માતાપિતાનું કશું જ નાં માનવું અને થોડો આત્મવિશ્વાસનો અભાવ જેવા લક્ષણો પરાણે જમાડી અને મોટા કરેલા બાળકોમાં લાંબાગાળે જોવા માળે છે. મારા બાળકે ફક્ત એક જ રોટલી ખાધી બે તો તેણે ખાવી જ જોઈએ, તે ફ્રુટ્સ ખાતો જ નથી, તે દૂધ પીતો જ નથી, તે સુતા પહેલા કાઈક ખાઈ લે તો મને શાંતિ થાય આવા બધા વિચારોથી માતાની બાળકના ખાવાને અનુલક્ષીને ચિંતા વધે છે. તેમાં પણ જે માતા ઘરે જ હોય એટલે સર્વિસ ના કરતી હોય તેના પ્રયત્નો વધુ હોય છે. બાળક સામે ખાવાનું ધરવું, તે લે તેનાથી સંતોષ માનવો. તે ખુબ જ ઓછુ લે અથવા નાં લે તો પણ કોઈ જ પ્રકારની ચિંતા નાં કરવી. તે ભૂખ્યું સુઈ જાય તો પણ ચિંતા નાં કરવી. ભૂખ જ તેનામાં ખાવાની ઈચ્છા જન્માવશે. તેની સામે દર ત્રણ કલાકે ખાવાનું મુકવું, થોડી મદદ કરવી પણ દબાણ ક્યારેય નાં કરવું. પાંચ વર્ષથી મોટું બાળક હોય તો ખાવાનું સામે મૂકી તેને જણાવી બીજા રૂમમાં જતા રહેવું. બાળકની સાથે બેસીને કે બેસ્યા વિના બંને સ્થિતિમાં તેને ત્રીસ મિનિટથી વધુ સમય ખાવા માટે નાં આપવો. એક પણ શબ્દ બોલ્યા વિના વધેલી થાળી પાછી લઇ લેવી. તારા જેટલો છોકરો તો કેટલું બધું ખાઈ લે, તું ખાઈ લઈશ તો તને બહાર લઇ જઈશ. જેવા શરતી વિધાનો નાં કરવા. જમાડવામાં કોઈ જ પ્રકારની લાલચ, ધમકી અથવા દબાણ નાં કરવું. તે ઓછુ ખાય તો તેનો વૃદ્ધિ અને વિકાસ અટકી જશે તેવું નથી હોતું. બાળકને દબાણથી ખવડાવેલી બે રોટલી કરતા તેણે જાતે ખાધેલી અડધી રોટલી તેને વધુ ફાયદો કરે છે તે હંમેશા યાદ રાખવું.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો