Skip to content Skip to footer
0 items - ₹0.00 0
0 items - ₹0.00 0

બે મિનિટની વાત અને આજનો દિવસ

સાલ ૨૦૧૩ : અમદાવાદમાં એક સ્થાનિક T ૨૦ મેચ રમાઈ રહી હતી. એક ૧૯ વર્ષના છોકરાએ સળંગ ૧૨ બોલ યોર્કર નાખ્યા.  તેની બોલિંગ એક્શન અને લયથી આશ્ચર્યચકિત થયેલ ભારતીય ક્રિકેટ ટીમના તે વખતના કોચે તે છોકરાને મુંબઈ બોલાવી દીધો. સચિન તેંદુલકર સામે  નેટ પ્રેક્ટિસમાં બોલ ફેંકવા તેને કહેવામાં આવ્યું. તે છોકરો એટલે ભારતીય ટીમના અત્યારના આધારભૂત બોલર જસપ્રીત બુમરાહ. તેની પ્રતિભાને ઓળખનાર કોચ એટલે ન્યુઝીલેન્ડના ક્રિકેટર જ્હોનરાઈટ, જેમનો આજે જન્મદિવસ છે. (૦૫/૦૭/૧૯૫૪)
            

હું ખેલાડીઓને ક્રિકેટ રમતા શિખવાડતો નથી માત્ર તેમની ક્ષમતા બહાર લાવવા પ્રયત્ન કરું છુ. જ્હોન રાઈટ શ્રેષ્ઠ રમત શ્રેષ્ઠ બુદ્ધિ વાપરી રમી શકાય છે. તમારા પ્રદાનમાં સતત સુધારો લાવો. દરેક દિવસ પાછલી ભૂલો સુધારી આગળ વધવા માટેની  નવી શરૂઆત છે. શ્રેષ્ઠ રમતવીરનું ધ્યેય ક્યારેય મેડલ નથી હોતું. શ્રેષ્ઠ રમતવીર પોતાના  શ્રેષ્ઠ હરીફ સામે જીવનનું શ્રેષ્ઠ પ્રદશન કરવાનો ધ્યેય રાખે છે……. પી.વી.સિંધુ. આજે તેમનો જન્મ દિવસ છે  (૦૫/૦૭/૧૯૯૫)
ડો.આશિષ ચોક્સી

Leave a comment

Hospital Location

© Copyright 2025 drashishchokshi.com. All Rights Reserved.

0
Instagram
WhatsApp
URL has been copied successfully!