મુલાકાતી નંબર: 430,125

Ebook
બાળકોને પ્રેમથી સમજાવો
બાળકને પ્રેમથી સમજાવવું – માતાપિતાની એક કસોટી બાળક બે વર્ષનું થાય એટલે થોડા કાલાઘેલા તેમજ તુટક તુટક શબ્દો બોલવાની શરૂઆત કરે. આ શબ્દો સાંભળીને શરૂઆતમાં તો કુટુંબમાં હર્ષની લાગણી વ્યાપી જાય કે પોતાનું લાડકવાયું બોલતું થયું છે. પણ થોડાક જ સમયમાં આ લાગણી ફરિયાદમાં ફેરવાઈ જાય છે. બાળક બોલતા શીખે એટલે તે બોલ્યાજ કરશે. ઘરના અન્ય સભ્યોના મોઢે સાંભળેલ શબ્દો તે બોલ્યાજ કરશે. પછી પ્રશ્નો પૂછશે. પછી જીદ પણ કરશે. ક્યારેક જીદ કરી, વારવાર પ્રશ્નો પૂછી તેમજ રોજ નવી માંગણી કરી પોતાની જીદ પૂરી કરવાનો પ્રયત્ન પણ કરશે. આ બધા પરિવર્તન બાળકમાં આવે તો બિલકુલ ગભરાવું નહીં. આ પરિવર્તન સામાન્ય કે તેનાથી વધુ બુદ્ધિપ્રતિભા ધરાવતા બાળકની નિશાની છે. આ બધી વસ્તુ બે થી સાત વર્ષ વચ્ચે આવવી જ જોઈએ. બાળક કોઈ વસ્તુના પ્રશ્નો ક્યારે પૂછી શકે? તેનું મગજ નવું જાણવા, નવું શીખવા તૈયાર થઈ ગયું હોય ત્યારે જ તે પ્રશ્નો પૂછશે. બાળક જીદ ક્યારે કરી શકે? તેને ખબર હોય કે આ વસ્તુ તે મેળવી શકે તેમ છે. પણ તેણે તે વસ્તુ મેળવવા થોડા બીજી રીતે વિશેષ પ્રયત્નો કરવા પડશે. ત્યારે જ તે માતા-પિતાની નાં ને હા માં ફેરવવા તેની બધી જ આવડતનો ઉપયોગ કરશે. આમ બાળકના આ ફેરફારોને હકારાત્મક લેવા. આ સમય જ માતાપિતાની કસોટીરૂપ ગણાય. તેમના પેરેન્ટિંગની કસોટીરૂપ કહી શકાય. તેમને માતાપિતા તરીકેની પૂર્ણતા પામવા માટે અમુક વસ્તુઓ શીખવા અને સહન કરવાની તક ગણાય. આ સમયે ગુસ્સે થવું, બાળકને મારવું કે ચુપ થઈ જા આ વસ્તુ તારે કામની નથી તું મોટો થઈશ એટલે તને સમજાઈ જશે એમ કહી ટાળવું કે છટકવું નહીં. આ સમયમાં સમજેલું, જોયેલું અને અનુભવેલું બાળક જીવનભર ભૂલતું નથી. એ જ વસ્તુઓ અનુસરવાનું પસંદ કરે છે. બાળકના આ સમયને તેનામાં શ્રેષ્ઠ સંસ્કારનું સિંચન કરવાની તક ગણવી. તે મોટું થશે પછી તો તે પ્રશ્ન પૂછવાનું જ નથી. તે પોતાની રીતે કે અન્યને પૂછીને પોતાના મગજમાં ઉદભવતા પ્રશ્નોના જવાબ જાતે શોધી લેશે. પણ બે થી સાત વર્ષની ઉંમર જ માતાપિતા પાસે એક તક હોય છે કે તેને જે રીતે ઘાટ આપવો હોય તે રીતે ઘડી શકાય. આ સમયમાં તેને ભણાવવામાં સમય વધુ કાઢવાની જરૂર નથી. તેને ખુલ્લા મેદાનમાં રમાતી રમતો તેમજ ઘરમાં બેસીને ચિત્રકામ, સંગીત કે ચેસ જેવા કૌશલ્યોમાં પારંગત કરવાનો પ્રયત્ન કરવો. તેનામાં વાર્તા કહી, છાપામાંના સમાચાર સંભળાવી વાંચનની આદત કેળવી શકાય. ભલે આ ઉંમરમાં તે જીદ્દી હોય કે તોફાનો કરતુ હોય પણ આ જ ઉંમરમાં તેની ગ્રહણશક્તિ વધુમાં વધુ હોય છે. તે નવું શીખવા ખુબ જ ઉત્સુક હોય. નવી વસ્તુના નિયમો ઝડપથી શીખી અનુકરણ કરશે. આથી બે થી સાત વર્ષનો બાળકનો ગાળો માતાપિતાએ તકલીફ સ્વરૂપે નહીં પણ એક તક તરીકે સમજી તેમનાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્નો પોઝીટીવલી કરવા.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો