મુલાકાતી નંબર: 430,124

Ebook
બાળકો અને સારી સ્મૃતિઓનો વારસો
હમણાં બીજા વિશ્વયુધ્ધ વખતની એક નવલકથામાં વાંચ્યું કે સ્કોટલેન્ડના એક ઈન્વરનેસ નામનાં ગામમાંથી ત્રણ કે ચાર વર્ષનું નાનું બાળક ભીષણ બોમ્બમારાને લીધે પોતાના પિયાનોવાદક માતાપિતાથી અલગ થઈ ગયું. તે બાળક સ્કોટલેન્ડના જ ગ્લાસગો શહેરમાં પહોંચી ગયું. ત્યાં જ અનાથાશ્રમમાં તેનો ઉછેર થયો. વર્ષો પછી તેના શહેરમાં એક સંગીતના પ્રોગ્રામમાં તેણે એક વૃદ્ધ સંગીતકારની પિયાનોની ધૂન સાંભળી તેને પોતીકાપણું અનુભવાયું. આ ધૂનમાં જાણે પોતાના અસ્તિત્વનો અહેસાસ થયો. તે પ્રોગ્રામ પછી પિયાનોવાદક વડીલને મળ્યો. તેણે પોતાની વાત કહી અને તે છુટો પડી ગયો હતો પછી અનાથાશ્રમમાં લેવાયેલો નાનપણનો ફોટો તેણે વડીલને બતાવ્યો. ફોટો જોઇને પિયાનોવાદકે પોતાના વિખુટા પડી ગયેલા પુત્રને ઓળખી કાઢ્યો. ૧૯૭૩માં આવેલ હિન્દી પિક્ચર ‘યાદો કી બારાત’માં પણ ગીતની ધૂન સાંભળી છુટા પડેલ ત્રણ ભાઈઓનું મિલન થાય છે તેવી વાત હતી. મધ્યપ્રદેશમાં પણ એક પુજારીના નાના બાળકને એક ડાકુ ટોળકી ઉઠાવી ગઈ હતી. વર્ષો પછી એ બાળક પણ ડાકુ બની ગયો. તે આ ગામમાં આવ્યો ત્યારે તેના કાને આ મંદિરમાં થતી આરતી વખતે ઝાલરનો અવાજ સાંભળી તેણે પણ પોતાના મૂળ પરિવારને શોધી નાખ્યો. સંગીત અને માતાપિતાનો અવાજ બાળકના મગજના કોઈ એક ચોક્કસ ભાગમાં જીવનપર્યંત સ્મૃતિ સ્વરૂપે સચવાયેલો રહે છે. જે જીવનના કોઈ પણ તબક્કે સજીવન થઈ શકે છે. બાળકમાં સારા વિચારો, સારા વ્યવહાર અને સદગુણોનું સિંચન સગર્ભાવસ્થાથી જ શરુ કરી દેવું જોઈએ. ઘણા માતાપિતા વિચારે છે કે બાળક હજુ નાનું છે તે મોટું થશે તેટલે તેને અમુક વસ્તુ શીખવાડીશું. તેના મોટા થવા શુધી રાહ જોવાની જ જરૂર નથી. બાળક જેટલું સમજાવવાથી કે શિખવાડેલું યાદ રાખે છે તેના કરતા જોયેલું અને સાંભળેલું વધુ યાદ રાખે છે. તે નાનું હોય ત્યારે જ તેણે સાંભળેલા હાલરડાં અને પ્રાર્થના તેના સ્મૃતિપટ પર અંકિત થઈ જાય છે. બે થી પાંચ વર્ષના બાળકે સુતી વખતે સાંભળેલી વાર્તા તેનું વ્યક્તિત્વ ખીલવવામાં વિશેષ ભાગ ભજવે છે. ઘણા માતાપિતાની તેમના ત્રણ કે ચાર વર્ષના બાળક માટે ફરિયાદ હોય છે કે તે પુષ્કળ પ્રશ્નો પૂછે છે. માતાપિતાએ કંટાળ્યા વિના તેના દરેક પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. બાળક મોટું થાય ત્યારે તેને સો વખત સમજાવો તો પણ તે નાં સમજે તે વસ્તુ ત્રણ વર્ષની ઉંમરે તેણે પૂછેલા પ્રશ્નના જવાબ દ્વારા તે સમજી જતું હોય છે. ત્રણ થી સાત વર્ષનો ગાળો રૂમમાં બેસાડી ભણાવ્યા કરતા તેને કુદરતી વસ્તુઓ, પ્રાણી, પંખી તેમજ ફૂલો બતાવવાની ઉંમર છે. પહેલા તે બહારની દુનિયાનું કુદરતી જ્ઞાન લેશે. પછી તેને રૂમની અંદર બેસાડી ભણાવવાનું જ્ઞાન આપોઆપ આવડી જશે. માતાપિતાનો સંસ્કારીક અને સાંસ્કૃતિક વારસો તેઓ તેમના શબ્દો દ્વારા બાળકને આપી શકે છે. નાનપણમાં જ તેના મગજમાં સંગીત, અવાજ અને વ્યવહારરૂપી સારી સ્મૃતિઓને ભરી દેવાની તક માતાપિતાએ ઝડપી લેવી જોઈએ.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો