મુલાકાતી નંબર: 430,108

Ebook
સ્વાઈન ફ્લ્યુ વાયરસના ચેપ વિશે માહિતી
  • સ્વાઈન ફ્લુ H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસના ચેપ લાગવાથી થાય છે.
  • આ રોગથી અસરગ્રસ્ત વ્યક્તિ/ બાળકના સંપર્કથી, તેની સાથે હાથ મીલાવવાથી થાય છે. તેની છીંક, લીંટ અને ઉધરસ તેમજ હાથ  મારફતે આ વાયરસનો ચેપ પ્રસરે છે. અશુદ્ધ ખોરાક અથવા પાણી મારફતે આ રોગ પ્રસરતો નથી.
  • જે વ્યક્તિને/બાળકને   આ રોગનાં લક્ષણો દેખાય તેના એક દિવસ પહેલાથી શરૂ કરી લક્ષણોના આંઠમાં દિવસ સુધી તેનો ચેપ અન્ય વ્યક્તિ/બાળકને લાગી શકે છે.
  • સામાન્ય લક્ષણો : શરદી, તાવ, ગળામાં સોજો, ઉધરસ, માથાનો દુખાવો, સ્નાયુ કે સાંધામાં દુખાવો, થાક લાગવો, ઉલટી, ઉબકા અને ક્યારેક ઝાડા.
  • ગંભીર લક્ષણો : શ્વાસ ચઢવો, વધુ તાવ (high fever) ક્યારેક શ્વસન ક્રિયા નિષ્ફળ જવી, અને મગજ પર ચેપ પહોંચવો.
  • બે વર્ષથી નાના બાળકને જો ચેપ લાગે તો તેની ગંભીરતા વધુ હોય છે.
  • લોહી તપાસમાં શ્વેતકણો ઘટી જવા.
  • આ લક્ષણો 4 થી 6 દિવસ સુધી રહે છે.
  • શરદી, ખાંસી અનુ ન્યુમોનિયાના લક્ષણ ધરાવતા બાળકમાં નેસલ સ્વાબનો નમુનો લઈ ‘H1N1 રીયલ ટાઈમ પીસીઆર’ તપાસ દ્વારા નિદાન ચોક્કસ થાય છે.
  • આ તપાસનો રિપોર્ટ ૨૪ કલાકમાં આવે છે. આ ટેસ્ટ સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં ઉપલબ્ધ છે.
  • ઓસ્લટામીર (ટેમીફ્લુ, ફ્લુવીર) દવા અસરકારક છે. જો શરૂઆતના ૪૮ કલાકમાં લેવાય તો રોગના ગંભીર લક્ષણોમાંથી બચી શકાય છે.  ૩ માસ થી ૧૨ માસ સુધીના બાળક માટે ૧૦ મિગ્રા થી ૨૫ મિગ્રા એક દિવસમાં બે ડોઝ દ્વારા લેવો જોઈએ. અને ૧૫ કિગ્રા થી ૪૦ કિગ્રા સુધીના વજન વાળા બાળક માટે ૩૦ મિગ્રા થી ૪૦ મિગ્રા એક દિવસમાં બે ડોઝ દ્વારા લેવો જોઈએ. આ દવા સિરપના માધ્યમથી ઉપલબ્ધ હોય છે.
  • કુટુંબમાં કોઈ મોટી વ્યક્તિને સ્વાઈનફ્લ્યુનું નિદાન થયું હોય તો તેના સંપર્કમાં આવતા પાંચ વર્ષથી નાના બાળકને ઓસ્લટામીર સિરપ હળવા ડોઝમાં (prophylaxis) ડોક્ટરની સલાહ મુજબ ચાલુ કરી શકાય. આ સિરપ અગાઉથી લેનારને સ્વાઈન ફ્લુ વાયરસનો ચેપ લાગશે જ નહીં તેવું નથી. રોગીષ્ટ વ્યક્તિના સંપર્કમાં આવનાર બાળકને અગાઉથી આ સિરપ આપવામાં આવે તો રોગની ગંભીરતા ઘટી શકે.
  • આ રોગનો ફેલાવો શ્વાસના કણો દ્વારા થાય છે. આથી માંદા માણસોથી બાળકોને દુર જ રાખવા. દમની તકલીફ, જ્વેનાઈલ ડાયાબીટીસ અને કિડનીના રોગની તકલીફ  ધરાવતા બાળકોએ ભીડભાડ વાળી જગ્યાથી ખાસ દુર રહેવું જોઈએ.
  • સ્વાઈન ફ્લ્યુ ધરાવતી વ્યક્તિના સંપર્કથી કે હાથ મિલાવવાથી પણ રોગ પ્રસરે છે.
  • કોઈ પણ પ્રકારનો ચેપ અટકાવવા જે પગલા લેવાય તે જ પગલા સ્વાઈન ફ્લ્યુ વાયરસનો ચેપ પ્રસરતો અટકાવવા લેવાનો હોય છે. પણ અંગત અને ઘરનું ચોખ્ખાઈનું સ્તર વધુ ઊંચું લઈ જવાનું છે.
  • તેના ફેલાવાને અટકાવવા અને તેનાથી બચવા મંદિર, મોલ, થિયેટર અને શાળા જેવી ભીડભાડ વાળી જગ્યાએ બાળકોને લઈ જવાનું ટાળવું જોઈએ. અંગત ચોખ્ખાઈનું ધ્યાન રાખવું જોઈએ. પ્રવાહી વધુ લેવું જોઈએ. પોષણયુક્ત આહાર, ખાસ કરીને પ્રોટીનયુક્ત આહાર વધુ લેવો જોઈએ. સૂર્યપ્રકાશ શક્ય એટલો વધુ લેવો જોઈએ. બે થી ત્રણ વખત ન્હાવું જોઈએ. પુરતી ઊંઘ લેવી જોઈએ. બાળકોને હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા જતી વખતે લઈ જવાનું ટાળવું જોઈએ. હાથ સ્વચ્છ રાખવા જોઈએ. ખાસી આવે તો મો પર રૂમાલ રાખવો જોઈએ. માસ્કનો ઉપયોગ વધુ કરવો જોઈએ.
  • બાળકોને હાથ ધોવાની સાચી પદ્ધતિ શીખવવી જોઈએ.
  • ખાંસી ખાતી વખતે હાથ મો પર રાખવાને બદલે હાથના  કોણીવાળા ભાગ (elbow) પાસે મો અને નાક લઈ જઈ ખાંસી ખાવી તેવું બાળકોને શીખવવું જોઈએ.
  • શરદી, ખાંસી અને તાવ ધરાવતા બાળકોના માતાપિતાએ પોતાના બાળકને સ્કુલે કે ડે કેરમાં મોકલવાનુંટાળવું તે પોતાના બાળક અને અન્ય બાળકો એમ બંનેના હિતમાં છે.
  • આલ્કોહોલ બેઝ સ્ટરીલાઈઝરનો ખાસ ઉપયોગ કરવો જોઈએ.
  • આ રોગની રસી ઉપલબ્ધ હોય તો અપાવવી જોઈએ. જુલાઈ મહિનાથી શરુ કરી નવેમ્બર માસ વચ્ચે આ રોગની રસી લેવાનો ઉત્તમ ગાળો કહી શકાય.
  • સ્વાઈન ફ્લ્યુ બહુ ડરામણો શબ્દ છે. આ ચેપને પણ અન્ય વાયરસના ચેપની જેમ ફ્લ્યુ શબ્દથી જ ઓળખવો જોઈએ.
 

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો