મુલાકાતી નંબર: 430,023

Ebook
બાળક તેની પહેલી જન્મ તારીખે
પોતાના બાળકની પહેલી વર્ષગાંઠનું મહત્વ દરેક માતાપિતા માટે વિશેષ હોય છે. લગભગ ૩૦% થી ૪૦% બાળકો પહેલા વર્ષને અંતે ચાલતા થઈ ગયા હોય છે. ભાખોડિયા ભરતા તો બધા જ સામાન્ય બાળકોને આવડી ગયું હોય છે. બાળક એક રૂમમાંથી બીજા રૂમમાં પહોંચી જાય છે. તે ઘરના સભ્યો અને ઘરની વસ્તુઓને બરાબર ઓળખી ગયું હોય છે. તે કબાટના બારણાઓ ખોલી અંદર રહેલી વસ્તુઓ બહાર કાઢે છે. તેને કોઈ પણ બારણાઓ કે ખાનાઓ ખોલ બંધ કરવા ખુબ ગમે છે. આ સમયે બાળક કોઈ રૂમમાં અથવા બાથરૂમમાં પુરાઈ જાય તેવા કિસ્સાઓ પણ ખુબ બને છે. બાળક ઘરમાં પડેલી વસ્તુઓને કુતુહુલથી અડે છે. ચણા, દાણા, બટન, સ્પ્રે, પેસ્ટ જેવી વસ્તુઓને તે અડે છે અને ક્યારેક નાકમાં કે મોમાં પણ આવી વસ્તુઓ તે નાખી દે છે. તેનામાં નવું જાણવાની અને નવા પરાક્રમો કરવાની વૃત્તિ ખુબ હોય છે. તે ઇલેક્ટ્રિક બોર્ડમાં આંગળી નાખે છે. કોઈ ગરમ કે ઠંડી વસ્તુઓમાં હાથ નાખે છે. અકસ્માતે માતાપિતાએ દોડવું પડે તેવા કિસ્સા એકથી બે વર્ષ વચ્ચે ખુબ બને છે. તેને પાણીમાં રમવું ખુબ ગમે છે. તે માથાનું અને ગરદનનું હલનચલન ખુબ કરે છે. તેને ગમતું સંગીત સાંભળી તે ખુશ થાય છે. તેના આખા શરીરને તે હલાવે છે. ઘણીવાર તે તાળીઓ પાડવાનો અને અવાજો કરવાનો આનંદ પણ મેળવે છે. ઘરમાં અજાણી વ્યક્તિને જોઇને ક્યારેક ડરે પણ છે સાથે કુતરા, ગાય કે બિલાડી જેવા પ્રાણીઓ સાથે ડર વિના રમવાનો પ્રયત્ન પણ કરે છે. તે બા, મા, જે જે, ટા ટા, ભૂ જેવા શબ્દો બોલવાનો પ્રયત્ન પણ કરે છે. હા અને નાં માં જવાબ આપવાની થોડી સમજણ તેનામાં આવી ગઈ હોય છે. જોયતી વસ્તુ નાં મળે તો જીદ કરી તે વસ્તુ મેળવવાનો પ્રયત્ન પણ તે કરે છે. પગથિયા ચઢતા તેને આવડી ગયું હોય છે પણ ઉતરતા એટલું સારું આવડતું નથી હોતું. ગેલેરીમાં જઈ તેના હાથમાં જે આવ્યું તે નીચે ફેંકી આનંદ મેળવે છે. તેના મમ્મી કે પપ્પા લાંબા સમયથી નાં દેખાય તો તે તેમને શોધવાનો પ્રયત્ન પણ કરે છે. ઘરની બહાર જવું અને વાહન પર ફરવાનું તેને ખુબ ગમે છે. તેનું વજન લગભગ ૮ થી ૧૦ કિગ્રા વચ્ચે થાય છે. લંબાઈ ૭૦ સે.મી થી ૭૨ સે.મીની વચ્ચે હોય છે. અને માથાનો ઘેરાવો ૪૫ સે.મીથી ૪૬ સે.મી જેટલો થાય છે. ૮૦% બાળકોને દાંત આવી ગયા હોય છે. બે હાથે કપ પકડી પાણી કે દૂધ પી શકશે. ચમચીથી થાળીમાં રહેલા ખોરાક સાથે રમવું ગમે છે. જાતે ખાવાનું તે પસંદ કરે છે. કુટુંબના સભ્યો જમતા હોય તો તે જોડે આવી બેસી જશે. ઘરના વડીલો કામ કરતા હોય તેમની આજુબાજુ ફરતા રહી તેમની વસ્તુઓ અડવાનું તેને ગમે છે. પશુ, પંખીને જોઇને તે ખુબ જ ખુશ થાય છે. દવાખાનાના વાતાવરણને અને ડોક્ટરને જોઇને તે રડશે. ટૂંકમાં તે પ્રેમ, બીક અને જીદ જેવી બધી જ સવેદનાઓ વ્યક્ત કરતા શીખી જાય છે. માતાપિતા પણ પોતાના લાડલાની વાતો કરતા ધરાશે નહીં.

પ્રતિશાદ આપો

મંજૂર ટૅગ્સ

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

ઈ-બુક ડાઉનલોડ કરો